NOTICE FOR FINISHING SCHOOL

NOTICE FOR FINISHING SCHOOL

FOR BSC SEM - 5 & MSC SEM - 3

 *અગત્યની સૂચના*

બી. એસસી. સેમ - 5 અને એમ. એસસી. સેમ - 3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં કૌશલ્ય, રોજગાર અને સારા વ્યક્તિત્વના વિકાસ માટે કેસીજી ની કચેરી, અમદાવાદ દ્વારા આપણી સર પી. ટી. સાર્વજનિક કૉલેજ ઓફ સાયન્સ ખાતે શૈક્ષણિક વર્ષ 2018-19 થી એક કૌશલયાવર્ધક ફીનિશિંગ સ્કૂલની શરૂઆત કરેલ છે. જે હેઠળ અત્યાર સુધી મા કુલ બે (૨) બેચ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે.
હાલમાં કૉલેજ ખાતે પ્રત્યક્ષ એટલે કે ભૌતિક રીતે શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું હોવાથી કેસીજી ની કચેરી, અમદાવાદ થી મંજૂરી મળતા ફીનિશિંગ સ્કૂલ નો નવો બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીયે. આ કોર્ષ મા જોડાવા માટે ની સૂચનાઓ નીચે મુજબ છે.


1) ફકત બી. એસસી. સેમ - 5 અને એમ. એસસી. સેમ - 3 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓજ આ કોર્ષમાં જોડાય શકશે
2) દરેક વિદ્યાર્થીઓ માટે આ કોર્ષ નિઃશુલક એટલેકે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી.
3) કોર્ષ કુલ 80 કલાકનો રહશે જેમાં 75% હાજરી ફરજીયાત છે.
4) સફળતાપૂર્વક કોર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ કોર્ષમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ તા. ૦૧/૧૦/૨૦૨૧ સુધીમાં ફોર્મ ભરી રસાયણશાસ્ત્ર વિભાગના ડૉ. કેતન સી. પરમાર ને જમા કરાવવું.

આ કોર્ષમાં જોડાવા માટે ફોર્મ click here

 

ડૉ. એમ. બી. મહિડા
ફીનિશિંગ સ્કુલ કૉ -ઓરડીનેટર
સર પી. ટી. સાર્વજનિક કૉલેજ ઓફ સાયન્સ, સૂરત.